સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત કાંટાળી તારની વાડ માટેની યોજના
વન્ય પ્રણીઓ દ્રારા ખેડૂતોના પાકને નુકશાન થતુ અટકાવવા ખેટરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડની યોજના અરજી કરો તા.૩૦/૧૨/૨૦૨૦ થી ૩૧/૦૧/૨૦૨૧ સુધી
૧ ખેડૂતોના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય
૨ લઘુત્તમ વિસ્તાર ૧૦ હેકટરથી ધટાડીને ૫ હેકટર કરવામાં આવ્યો
૩ ખેડૂત/ખેડૂતો જૂથ બનાવી આ યોજનાનો લાભ લઈ શકશે
૪ પ્રતિ રનીંગ મીટર સહાય રૂ.૧૫૦/- થી વધારીને રૂ. ૨૦૦/- ની કરવામાં આવી
૫ ખેડૂતોની સતત માંગણીને ધ્યાનમાં રાખી રાજય સરકારે યોજનાને બનાવી વધુ સરળ
-- ખેડૂત દ્રારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% રકમ અને કાર્ય પૂર્ણ થયા બાદ ૫૦% રકમ સીધા ખેડૂતના ખાતામાં જમા થશે
--ખેડૂત કોઈપણ એજન્સી પાસે મંજૂર થયેલ ધારા ધોરણ પ્રમાણે થાંભલા અને કાંટાળી વાડ કરાવી શકશે
--આ યોજના માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઈ ન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવો
તારની વાડ માટેના સ્પેસિફિકેશન્સ
૧ થાંભલા ઉભા કરવા માટેના ખાડાનું માપ : ૦.૪૦ * ૦.૪૦*૦.૪૦ મીટર
૨ કાંટાળા તાર માટેના લાઈન વાયર તથા પોઈ ન્ટ વાયરના મિનિમમ ડાયામીટર ૨.૫૦ એમ.એમ. વત્તા- ઓછાનું પ્રમાણ ૦.૦૮ એમ.એમ. રહેશે, કાંટાળા તાર આઈ.એસ.આઈ. માર્કાવાળા, ગેલ્વેનાઈઝડ, ડબલ વાયર અને જી.આઈ. કોટેડ હોવા જોઈએ
૩ બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
4 થાંભલાના પાયામાં ૧ સિમેન્ટ : ૫ રેતી : ૧૦ કાળી કપચી મુજબ સિમેન્ટ કોંક્રિટ્થી પાયામાં પુરાણ કરવાનું રહેશે
૫ થાંભલાની સાઈઝ : (સિમેન્ટ કોંક્રિટના પ્રિટ્રેસ્ડ અને પ્રિકાસ્ટ થાંભલા, એપ્રુવ્ડ કવોલીટીના ઓછામાં ઓછા ચાર તાર વાળા અને મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ) ૨.૪૦ * ૦૧૦ * ૦.૧૦ મીટર
0 Comments
hi wite for you