સરકારી સહાય વિદ્યાર્થીઓને 12000 અને રીક્ષા ચાલકોને 48000ની સહાય

 

વિદ્યાર્થીઓને મળશે રાહત

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12000 રૂપિયાની સહાય આપશે. આ સહાય 10,000 વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.


  • સૌપ્રથમ જાણીએ કોણ આ યોજના માં અરજી કરી શકશે?
    ગુજરાત રાજ્યના ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા સુરત તથા આ શહેરોના શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ના ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી,
    વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે.

    આ યોજનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ કરવામાં આવી. આ યોજના દ્વારા સરકાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેથી હવાનું પ્રદૂષણ ને અટકાવી શકાય. શ્રી વિજય રૂપાણી થ્રી વ્હીલર વાહનો માટે પણ સબસીડી ની જાહેરાત કરી જે મુજબ ઈલેક્ટ્રીક રીક્ષા ની ખરીદી પર પણ સબસીડી મળશે.
    રાજ્યના હવામાન પરિવર્તન સ્થાપના દિનની ઉજવણીના દિવસે આ ટુવિલર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી .

ઇ-રિક્ષા ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય

વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ 48000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.

અરજી પત્રક કયાંથી મેળવવું?
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અધિકૃત ડીલર અથવા તો જેડાની વેબસાઈટ પરથી

અરજી સાથે કઈ કઈ વિગતો આપવાની રહેશે ?
-.સ્વપ્રમાણિત કરેલ વિદ્યાર્થી નું આધારકાર્ડ નકલ / ડ્રાઇવિંગ લાઇસન્સ
-.સ્વપ્રમાણિત કરેલ રહેઠાણનો પુરાવો વીજળી બિલ મકાન વેરાના બિલ
-.સ્વપ્રમાણિત અગાઉના વર્ષ વર્ષ ની માર્કશીટ
-.વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ જ્ઞાતિ પ્રમાણપત્ર
-.વિડ્રાઇવિંગ લાઇસન્સથી સ્વપ્રમાણિત નકલ ફક્ત હાઈ સ્પીડ વાહનો માટે
-.બોનોફાઇડ સર્ટિફિકેટ

બોનોફાઇડ સર્ટિફિકેટ

અરજીપત્રકો કોને જમા કરાવવાનું રહેશે?

અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલ ની પસંદગી કરીને તેઓના ડીલર્સ દ્વારા જમા કરવાનું રહેશે.
આ અંગે મળતી સહાય – રૂપિયા ૧૨૦૦૦ પ્રતિ વાહન

સબસીડી નો લાભ કઈ રીતે મેળવી શકાય?
જેડા ધ્વારા આ યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે.

વાહનોના અધિકૃત ઉત્પાદક મોડેલ મહત્તમ ભાવ તથા તેમના ડીલર્સ ની માહિતી ક્યાંથી ઉપલબ્ધ થશે
જેડા ની વેબસાઈટ (ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ) પરથી

:- આ યોજના દ્વારા મળતી સહાય બાર હજાર રૂપિયા છે .

:- આ યોજના દ્વારા ફક્ત બેટરી સંચાલિત વાહનોની ખરીદી કરી શકાશે.

:- ટુ વ્હીલર યોજના હેઠળ ૧૦ હજાર જેટલા વાહનો આપવામાં આવશે
:- આ યોજના દ્વારા મળતી સહાય બાર હજાર રૂપિયા છે .

:-ગિરીશ આ યોજના હેઠળ પાંચ હજાર જેટલા વાહનો આપવામાં આવશે

:-ઈલેક્ટ્રીક રીક્ષા ની યોજનામાં ૪૮ હજાર સુધીની સબસિડી મળશે
:- ગિરીશ આ યોજના હેઠળ પાંચ હજાર જેટલા વાહનો આપવામાં આવશે
:- આ યોજના હેઠળ બેટરી સંચાલિત ઈલેક્ટ્રીક રીક્ષા ની ખરીદી કરી શકાશે



0 Comments